વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે નિમિત્તે દમણમાં સેમિનારનું આયોજન
Live TV
-
આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે અને આ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે હેતુથી, દમણની એન્જિનિયરીંગ કોલેજમાં આરોગ્ય વિભાગ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં વિદ્યાર્થીઓને તણાવ સહિતના વિવિધ વિષયો પર માહિતી આપવામાં આવી હતી. મહત્વનું છે કે, આજકાલ વિદ્યાર્થીઓ પરીક્ષા અને અભ્યાસના તણાવથી પીડાઇ આત્મહત્યા જેવા પગલાં ભરી રહ્યાં છે ત્યારે, વિદ્યાર્થીઓ આવા કોઈ પગલા ન ભરે તે હેતુથી ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.