તાપીના વ્યારા અને નિઝરમાં સિઝનલ ફ્લૂના બે કેસ
Live TV
-
આરોગ્ય વિભાગ હરકતમાં
તાપીના વ્યારા અને નિઝર તાલુકામાંથી સિઝનલ ફ્લૂના બે કેસ મળી આવ્યા છે. જેમાં વ્યારાના દર્દીને સુરત ખાતે સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે નિઝરના દર્દીને સારવાર બાદ રજા આપી દેવાઈ છે. જિલ્લામાં સીઝનલ ફ્લૂના 2 દર્દી સામે આવતા હાલ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. જે લોકો આ બન્ને દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા , તેમને જરૂરી દવા આપવામાં આવી છે.