આયુષ્યમાન ભારત યોજનાને કારણે અનેક લાભાર્થીઓને લાભ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્યમાન ભારત યોજનાને કારણે અનેક લાભાર્થીઓને લાભ થઈ રહ્યો છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્યમાન ભારત યોજનાને કારણે અનેક લાભાર્થીઓને લાભ થઈ રહ્યો છે. અનેક ગરીબ દર્દીની વિનામુલ્યે સારવાર થઈ રહી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર પાસેના રણશી પુર ગામના કાળાભાઈનું પથરીનું સફળ ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું. કાળાભાઈને પેશાબની નળીમાં 15 MMની પથરી હતી. જેનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દવા કે ઓપરેશનનો એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના ઓપરેશન કરવામાં આવ્યું. અમદાવાદ સિવિલમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આ પ્રથમ ઓપરેશન હતું. કાળાભાઈ નામના દર્દી એક સામાન્ય મજૂર છે અને છૂટક મજૂરી કરી પોતાનું જીવન નિર્વાહ કરે છે. જો પથરીનું આ ઓપરેશન તેમણે બહાર કરાવ્યું હોત તો ખર્ચ લગભગ રૂપિયા 1 લાખ સુધીનો થયો હોત. પરંતુ સરકારની આયુષ્યમાન યોજના કાળાભાઈ જેવા અનેક ગરીબ દર્દીઓ માટે આશિર્વાદ રૂપ બની છે.