દશેરાના તહેવારોને અનુલક્ષીને ફૂડ શાખાની ટીમ દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું
Live TV
-
રાજ્ય સરકારના આદેશ મુજબ દશેરાના તહેવારોને અનુલક્ષીને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય અને ખાસ કરીને આ તહેવાર નિમિત્તે આરોગવામાં આવતા ફાફડા અને જલેબીની ગુણવત્તા જળવાઇ તે હેતુસર આજે રાજ્ય સરકારના આદેશ મુજબ જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખાના ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મેહુલ ફરસાણ તેમજ આસનદાસ સ્વીટ સહિતની દુકાનોમાંથી જલેબી અને ફાફડા નમૂના લઇ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે આ સેમ્પલના રિપોર્ટ બાદ જો રિપોર્ટ પોઝિટિવ આવે તો ફૂડ શાખા એક્ટ મુજબ વેપારી પર કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં પણ હેલ્થ વિભાગે મીઠાઈના વેપારીઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં 1655 કિલો અખાધ્ય વસ્તુઓનો નાશ કરાયો હતો. સાથે જ અલગ અલગ જગ્યાઓ પર નોટિસ પાઠવાયા હતા.