રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યની આયુષ નિયામકની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન
Live TV
-
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યની આયુષ નિયામકની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરમાં રન ફોર આયુર્વેદ યોજાશે. આ ઉપરાંત રાજયભરમાં વેદના પ્રચાર પ્રસાર માટે આયુષ મેળાઓ પણ યોજાઇ રહ્યા છે.
ભાવનગર ખાતે નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત નવસારી જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા ખડસુપા સી.એચ.સી. ખાતે આયુષમેળો યોજાયો હતો. આયુષ મેળામાં સ્ત્રી રોગ અને ગર્ભ સંસ્કાર, બાળ રોગ, પંચકર્મ, નાડી પરીક્ષણમાં, અગ્નિકર્મ, દંત વિભાગ, લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર, જનરલ આયુર્વેદ અને હોમિયોપેથી પ્રાકૃતિક પરીક્ષણ અને તે મુજબ માર્ગદર્શન, બીપી સુગર ચેકઅપ, વેલનેસ ઓપીડી જેવા નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તો, પોરબંદરમાં એસવીપી રોડ ખાતે આયુષ મેળો યોજાશે. આ મેળામાં આયુર્વેદ નિષ્ણાંત દ્વારા દર્દીઓની પ્રકૃતિ પરીક્ષણ, દુખાવામાં તાત્કાલિક રાહત આપતી અગ્નીકર્મ ચિકિત્સા, તેમજ રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળા આપવામાં આવશે.