વડનગરઃ કોવિડ હોસ્પિટલના સફાઈકર્મીને ઉત્તમ સેવા બદલ સન્માનપત્ર એનાયત કરાયું
Live TV
-
વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકારના દિશા-નિર્દેશો મુજબ વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસના જવાનો અને સફાઇકર્મીઓ કોરોના સામે વોરીયર્સ બની અથાક પરિશ્રમ કરી રહ્યા છે.
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલી COVID HOSPITAL માં સફાઈ કર્મી તરીકે ફરજ બજાવી રહેલા હરેશભાઇ વિઠ્ઠલભાઈ પરમાર દાખલા રૂપ સેવા આપી રહ્યા છે. દર્દીઓની સેવા કરવામાં તેમને વિશેષ આંનદ આવે છે અને પુરી સલામતી સાથે કામ કરી રહ્યા છે.
જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારી વાય.એમ. દક્ષિણી તથા જિલ્લા પોલીસ વડા ડો.પાર્થ રાજ સિંહના હસ્તે હરેશભાઇ પરમારને સન્માન પત્ર અને શાલ એનાયત કરવામાં આવી હતી.