રાજકોટમાં દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું
Live TV
-
કોરોનાના વધતા કેસ સામે રાજકોટમાં દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. શહેરના એરપોર્ટ રોડ પર આવેલી ખાનગી હોટેલમાં આ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તંત્ર તરફથી આ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં 90 બેડ માટેની મંજૂરી આપવામાં આવી છે. આ સેન્ટર ખાતે આયુર્વેદિકના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા દર્દીઓને સારવાર આપશે અને સાથે યોગા ટ્રેનર દ્વારા પણ દિવસ દરમિયાન દર્દીઓને જરૂરિયાત મુજબ યોગા કરાવવામાં આવશે. આ અંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો.વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું, સીમટોમિક દર્દી કે જે હોમ આયસોલેટ થઇ શકે છે તેવા દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે અહીં સારવારની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.