આણંદ : નહી નફો નહી નુકસાનના ધોરણે માસ્ક અને સેનેટાઈઝરનું વેચાણ
Live TV
-
N-95 માસ્ક 17 રુપિયા, સોડિયમ હાઈપોક્લોરાઈડ માત્ર 119 રુપિયામાં પાંચ લિટર, ગ્રાહકો અને દર્દીઓને લાભ
આણંદમાં કોરોનાના કેસ દરરોજ વધી રહ્યા છે..ત્યારે માસ્ક અને સેનેટાઈઝર જેવી વસ્તુઓ લોકોને સરળતાથી અને સસ્તા ભાવે આપી સેવા કરવાના હેતુથી સિદ્ધિ વિનાયક મેડિકલ એજન્સીએ માનવતા દાખવી અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યુ છે..આણંદ જેસીઆઈ મિલ્ક સીટીના સહયોગથી સિદ્ધિ વિનાયક મેડિકલ એજન્સીએ નહી નફો નહી નુકસાનના ધોરણે માસ્ક અને સેનેટાઈઝરનું વેચાણ કરી રહ્યા છે..ગ્રાહકોને
આણંદ ગંજ બજારમાં આવેલી સિદ્ધિ વિનાયક મેડિકલ એજન્સી ચલાવતા કેતનભાઈ શાહે જણાવ્યુ હતુ કે કોવિડ મહામારીને વ્યાજબી ભાવે સારી ગુણવત્તાવાળી વસ્તુ આપવાનો ઉદ્દેશ્ય છે..વેપારીઓના સહકારથી અમે N-95 માસ્ક 17 રુપિયામાં આપીએ છીએ..સોડિયમ હાઈપોક્લોરાઈડ માત્ર 119 રુપિયામાં પાંચ લિટર આપી રહ્યા છીએ..ડિસ્પોઝેબલ માસ્ક માત્ર અઢી રૂપિયામાં આપી રહ્યા છીએ..જેથી કોરોના મહામારીમાં નાના અને મધ્યમવર્ગને લાભ થાય છે.