આણંદ : Covid-19 સંક્રમિત દર્દીઓ માટે તમામ સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ
Live TV
-
Patel Infrastructure Ltd.ના મેંનેજીંગ ડાયરેક્ટરશ્રી અરવિંદભાઈ વી. પટેલ દ્વારા તેઓના પિતાશ્રી સ્વ.વિઠ્ઠલભાઈ જી. પટેલની પુણ્યતીથિ નિમિત્તે એમ્બ્યુલન્સ અપર્ણ કરવામાં આવી
આણંદ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોને જરુરી આરોગ્યની સુવિધા મળી રહે તે માટે આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર તમામ પ્રયાસો કરી રહ્યુ છે..આણંદમાં Patel Infrastructure Ltd.ના મેંનેજીંગ ડાયરેક્ટર અરવિંદભાઈ વી. પટેલ દ્વારા તેઓના પિતાશ્રી સ્વ.વિઠ્ઠલભાઈ જી. પટેલની પુણ્યતીથિ નિમિત્તે "Covid-19" સંક્રમિત દર્દીઓની સેવાર્થે જરૂરી સર્વે સાધનોથી સુસજ્જ "એમ્બ્યુલન્સ" આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલની વિનંતીથી જિલ્લા આરોગ્ય તંત્ર ને સેવા અર્થે સુપરત કરવામાં આવી. આ પ્રસંગે આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ પટેલ, આણંદ કલેક્ટર આર.જી ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર, શાંતિકાકા ( કરમસદ હોસ્પિટલ ) ઉપસ્થિત રહ્યા હતા.