અમરેલીઃ રેપિડ ટેસ્ટ કીટ દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરાઈ
Live TV
-
અમરેલી જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને રોકવા વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ ટેસ્ટિંગ કરી, સંક્રમિતોને તાત્કાલિક સારવાર મળી રહે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા અપાયેલી અંદાજે ત્રણ હજાર જેટલી રેપિડ ટેસ્ટ કીટ દ્વારા દરરોજ 600થી 800 વ્યક્તિઓનું ટેસ્ટીંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ સાથે વહીવટી તંત્ર દ્વારા શરદી, ખાંસી, શ્વાસો-શ્વાસમાં તકલીફ જેવા લક્ષણ ધરાવતા વ્યક્તિઓએ સ્વેચ્છાએ ટેસ્ટ કરાવવા અપીલ કરવામાં આવી છે.