અમરેલી તંત્ર દ્વારા સતર્કતાના પગલાં, ધંધાદારોને હેલ્થકાર્ડ અપાયાં
Live TV
-
અમરેલી શહેરમાં સમય જતાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સંક્રમણને અટકાવવા તંત્ર જરૂરી પગલાં લઇ રહ્યું છે.
તંત્ર દ્વારા ફરસાણ, કોલ્ડડ્રિન્ક, પાન ગલ્લા અને શાકભાજીના ધંધેદારોને 3500 જેટલા હેલ્થકાર્ડ આપવામાં આવ્યા છે.
હવે તે હેલ્થકાર્ડ રીન્યુ કરતી વખતે રેપીડ ટેસ્ટ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. તમામ લોકો સ્વેચ્છાએ રેપીડ ટેસ્ટ કરાવી રહ્યાં છે. કોરોના સંક્રમણને અટકાવવા નગરપાલિકા, કલેકટર અને તંત્ર દ્વારા રેપિડ ટેસ્ટ સહિતની સઘન કામગીરી થઇ રહી છે.