Dy.CM નીતિન પટેલે પોતાના વિધાનસભા વિસ્તાર મહેસાણાની લીધી મુલાકાત
Live TV
-
મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ છેલ્લા 4 દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેનાં કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો જનજીવન પણ ખોરવાયું છે.
જેથી રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના વિધાનસભા મત વિસ્તાર મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો. તેમણે પ્રભાવિત વિસ્તારોમાં જ્યાં સુધી પાણી ન ઓસરે ત્યાં સુધી સ્થાનિક લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવા તંત્ર અને ભાજપને સુચન કર્યું છે.