દેશમાં નેત્રદાન પખવાડિયાની ઉજવણી, કોરોનાને પગલે પ્રક્રિયા મંદ
Live TV
-
દેશમાં હાલ ચક્ષુદાન પખવાડિયું ઉજવાઈ રહ્યું છે. દેશમાં હાલ 2 લાખ ચક્ષુઓની જરૂરિયાત સામે માત્ર 60 હજાર જેટલા જ ચક્ષુ મેળવી શકાય છે. દર વર્ષે આમાં 20થી 30 હજાર નવા કેસ ઉમેરાતા જાય છે.
આ અંગે વધુ જાણકારી આપતાં ડોક્ટર જાગૃતિ જાડેજાએ જણાવ્યું હતું કે જે દર્દીઓને કીકીનો અંધાપો હોય છે. તેમને ચક્ષુ પ્રત્યારોપણ દ્વારા નજર ફરીથી પ્રાપ્ત થઈ શકે છે. જો કે હાલ આર્ટિફિશિયલ કોર્નિયા હજુ સુધી એટલો બધો સફળ નથી થયો. જેથી અંધ વ્યક્તિઓ દુનિયાને ફરીથી જોઈ શકે તે માટે ચક્ષુ દાન એક માત્ર સહારો છે.
કોરોના મહામારીને કારણે ચક્ષુદાનની પ્રક્રિયા ઘણી મંદ પડી ગઈ છે. જેથી તેમણે દરેક વ્યક્તિઓને અપીલ કરી છે કે, જે કોઈના પરિવારમાં ક્લીન ડેથ થતુ હોય કે જેમને કોરોના કે અન્ય કોઈ સંક્રમણ ન હોય તેમણે સામે ચાલીને હોસ્પિટલને ચક્ષુ દાન કરવું જોઈએ. જેથી તેમના પરિવારજનના મૃત્યુ બાદ પણ તેમની આંખો આ દુનિયાને જોઈ શકે.