વડોદરાઃ પાદરાની SBI બેંકના 13 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
Live TV
-
વડોદરા જિલ્લાનાં પાદરા તાલુકામાં એસબીઆઇ બેંકની ચોકસી બજાર ખાતે આવેલી શાખામાં એક સાથે 13 કર્મચારી કોરોના પોઝિટીવ આવ્યા હતા. તેના કારણે બેંકમાં ચેક ક્લિયરિંગ અને સરકારી ચલમ ભરવા સિવાયની તમામ કામગીરી બંધ કરવામાં આવી હતી.
વડોદરા જિલ્લાનાં પાદરા તાલુકામાં એસબીઆઇ બેંકની ચોકસી બજાર ખાતે આવેલી શાખામાં એક સાથે 13 કર્મચારી કોરોના પોઝિટીવ આવ્યા હતા. તેના કારણે બેંકમાં ચેક ક્લિયરિંગ અને સરકારી ચલમ ભરવા સિવાયની તમામ કામગીરી બંધ કરવામાં આવી હતી. બેંકના બ્રાન્ચ મેનેજર સહિત 13 કર્મચારી પોઝિટીવ આવતા બેંક બંધ કરીને સેનેટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં કોરોનાના સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે. નવસારી જિલ્લામાં આવેલા કછોલીમાં મૂક બધિર શાળાના ધોરણ 11 અને 12 ના બે મૂક બધિર વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા છે. જેના કારણે કછોલી મૂક બધિર શાળાને આગામી 14 દિવસ માટે બંધ કરવામાં આવી છે. શાળાના ઇન્ચાર્જ આચાર્ય ચાર્મી દેસાઈએ જણાવ્યું હતું, કે અનેક વિદ્યાર્થીઓને શરદી-ખાંસી થયાની ફરિયાદ આવતા શાળા વહીવટી તંત્ર દ્વારા પહેલી માર્ચે કોરોના સંબંધિત ટેસ્ટ કરાવાયા હતા. જેમાં રેપિડ ટેસ્ટમાં આ બે બાળકો નેગેટિવ ડિટેક્ટ થયા હતા. જ્યારે ફરીવાર RT-PCR ટેસ્ટ કરતા બાળકો પોઝિટિવ હોવાનો ખુલાસો થયો હતો.