કોરોનાને હરાવવા વેક્સીન જ રામબાણ ઇલાજઃ શાસ્ત્રી માધવપ્રિયદાસજી
Live TV
-
SGVP ગુરુકુલ પરિવારના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, વાઇસ પ્રેસિડેન્ટ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા શ્રી કનુભગતે કોરોનાની રસી લીધી
સમગ્ર દેશભરમાં કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે. ત્યારે હવે 60 વર્ષથી ઉપરના સીનીયર સીટીઝનોને વેક્સિન આપવામાં આવી રહી છે. આ ગાઇડલાઇનને અનુસરીને SGVP ગુરુકુલ પરિવારના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, વાઇસ પ્રેસિડેન્ટ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા શ્રી કનુભગતે કોરોનાની રસી લીધી હતી. એસજીવીપી હોલીસ્ટીક હોસ્પીટલ ખાતેના વેક્સિનેશન સેન્ટર પર કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. વેક્સિન લીધા બાદ શાસ્ત્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતુ કે,, કોરોનાને હરાવવા માટે વેક્સિન એ જ રામબાણ ઇલાજ છે.