WHOએ વિશ્વભરમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી
Live TV
-
વિશ્વ આરોગ્ય સંગઠને વિશ્વભરમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. વિશ્વ આરોગ્ચ સંગઠને જણાવ્યું કે મહામારી દરમિયાન કરેલા કાર્યો બદલ ભારતે ગૌરવ લેવું જોઇએ. વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખે વેક્સિન નિષ્પક્ષતાનું સમર્થન કરવા બદલ પણ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો. સંગઠને કહ્યું કે કોવિડ સામે લડત આપવાની પ્રધાનમંત્રી મોદીની પ્રતિબદ્ધતાને કારણે 60થી વધુ દેશોને કોરોના સામે લડવામાં મદદ મળી રહી છે. અન્ય દેશોને વેક્સિન ડોઝ મોકલવાની પ્રધાનમંત્રી મોદીની પ્રતિબદ્ધતાને કારણે 60થી વધુ દેશોને તેમના આરોગ્યકર્મી સહિતના અગ્રિમ હરોળના સમુહોને વેક્સિન આપવામાં મદદ મળી છે. તેમણે આશા વ્યક્ત કરી કે અન્ય દેશો પણ પ્રધાનમંત્રી મોદીનું અનુસરણ કરશે. વિશ્વભરમાં કુલ 11.35 કરોડ લોકો કોરોના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. સારવાર લઇને 8.91 કરોડ લોકો સ્વસ્થ પણ થઇ ચુક્યા છે. કોરોના મહામારીથી મરનારનો આંકડો 25.18 લાખને પાર પહોંચી ચુકી છે. સૌથી વધુ પ્રભાવિત તેવા એમેરિકામાં અત્યારસુધીમાં 2.90 કરોડ કેસ સામે આવી ચુક્યા છે. અમેરિકાનો મૃત્યુઆંક 5.20 લાખને પાર પહોંચી ચુક્યો છે. બ્રાઝિલમાં કોરોના સંક્રમણથી 2.51 લાખથી વધુ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. મૃત્યુઆંકને મુદ્દે બ્રાઝિલ અમેરિકા પછીના બીજા સ્થાને છે.