વડોદરામાં દીપક ફાઉન્ડેશનના સારસંભાળ કેન્દ્રમાં દર્દીઓને મનૌવૈજ્ઞાનિક રીતે મજબૂત કરવાનો પ્રયાસ
Live TV
-
વડોદરામાં દીપક ફાઉન્ડેશન સંચાલિત સારસંભાળ કેન્દ્રમાં કેન્સર જેવા ગંભીર રોગના દર્દીઓની સારસંભાળ લેવામાં આવે છે.
વડોદરામાં દીપક ફાઉન્ડેશન સંચાલિત સારસંભાળ કેન્દ્રમાં કેન્સર જેવા ગંભીર રોગના દર્દીઓની સારસંભાળ લેવામાં આવે છે. ત્યારે સારસંભાળ કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.કૃતાર્થ ઝાલા એ જણાવ્યુ હતુ કે આ કેન્દ્રમાં એડવાન્સ સ્ટેજના કેન્સરના દર્દીઓની જરૂરી કાળજી લેવામાં આવે છે. દર્દીઓને ડાયટ પ્લાન મુજબ ભોજન આપવામાં આવે છે. તેમણે ઉમેર્યુ હતુ કે, દર્દીઓનું દુઃખ હળવું કરવા નિયમિત પ્રાર્થના, જૂના ગીતો, હળવી રમતો ઉપરાંત ક્ષમતા મુજબ ચેસ, કેરમ અને સાપસીડી જેવી રમતો રમાડવામાં આવે છે.આ અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓને હતાશામાંથી બહાર લાવવા તેમણે સતત મનોવૈજ્ઞાનિક રીતે મનોબળ મજબૂત કરવામાં આવે છે.