અમદાવાદ સિવિલના ડોક્ટરોએ બાળકીની જટિલ સર્જરી સફળતા પૂર્વક કરી
Live TV
-
અમદાવાદ સિવિલ હોસ્પિટલ જટિલ સર્જરી કરી નવી નામના મેળવી રહ્યું છે ત્યારે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગના તબીબોએ વધુ એક પડકારજનક સર્જરી કરીને સિદ્ધી રચી છે.
અમદાવાદના એક શ્રમિક દંપતિની 11 વર્ષિય પલક નામની બાળકી પર જટિલ સર્જરી કરવામાં આવી. બાળકી અન્ન નળી અને શ્વાસનળી જોડાયેલી હોય તે પ્રકારની બીમારીથી પીડાતી હતી. તેને ન્યુમોનિયા તેમજ ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન તબીબોને જણાયું કે, બાળકી અન્નળી અને શ્વાસનળી જોડાયેલી છે. જેને પગલે બાળકીનું તાત્કાલિક ઓપરેશન કરવાનું નક્કી કરાયું હતું. ડૉ.રાકેશ જોષીની ટીમ દ્વારા બાળકીની સફળ સર્જરી કરીને તેને નવું જીવન આપવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે, 80 હજારથી 1 લાખ બાળકોમાં ભાગ્યે આ પ્રકારની બીમારી જોવા મળે છે.