હુડકોએ એમ્બ્યુલન્સ વાન ખરીદવા અસારવા સિવિલ હોસ્પિટલને કરી સીએસઆર સહાય
Live TV
-
હાઉસીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરશન (હુડકો) દ્વારા અસારવા સિવિલ હોસ્પિટલ - અમદાવાદ માટે એ.સી.એલ.એસ. સુવિધા સહિતની 2 એમ્બ્યુલન્સ વાનની ખરીદી માટે રૂપિયા 70 લાખની સી.એસ.આર સહાય ફાળવવામાં આવી છે. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ દ્વારા એ.સી.એલ.એસ સુવિધા માટેના આવશ્યક તબીબી ઉપકરણો લગાવીને આ બંને એમ્બ્યુલન્સ વાન તૈયાર કરવામાં આવશે.
ગઈકાલે વર્ચ્યુઅલ માધ્યમથી આયોજિત ઉદ્ઘાટન કાર્યક્રમમાં આ એમ્બ્યુલન્સ વાન સિવિલ હોસ્પિટલ, અમદાવાદને સુપરત કરવામાં આવી હતી. આ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હુડકોના કોર્પોરેટ પ્લાનીંગના ડિરેક્ટર એમ. નાગરાજ, ફાયનાન્સના ડિરેક્ટર ડી. ગુહાન, સી.એસ.આર પ્રોજેક્ટના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર વિ. કે. જોષી, રીજ્યોનલ ચીફ હેમસિંહ ઓલીવર સહિત સિવિલ હોસ્પિટલના અધિકારીઓ – ડૉ. રજનીશ પટેલ, એડીશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને ડૉ. રાકેશ જોષી, એડીશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.