કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કોવિડ રસીકરણ અંગેની માહિતી માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો
Live TV
-
હાલ દેશભરમાં કોરોના કેસોમાં સતત ઘટાડો આવી રહ્યો છે જેમાં રસીકરણની ખુબ જ અગત્યની ભૂમિકા રહી છે. આ રસીકરણ અભિયાન પણ હાલ પૂર જોશમાં ચાલી રહ્યું છે, ત્યારે કોરોના સામે ચાલી રહેલી આ યથાર્થ લડાઈ માટે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કોવિડ રસીકરણની માહિતી માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.
મોટી દમણ કલેક્ટર ભવન ખાતે આ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ ખાતે 15 થી 20 જેટલા કર્મચારીઓ રોજના બે હજાર લોકોને ફોન કરી વેક્સીનના બીજા ડોઝ અંગેની માહિતી પુરી પાડી રહ્યા છે. સાથે જ રસીકરણના બીજા ડોઝની તારીખ અને સેન્ટરની માહિતી પણ અહિયાંથી આપવામાં આવે છે. ડોક્ટર દ્વારા રસીકરણ માટે આરોગ્યને લગતી તમામ પ્રકારની માહિતી પણ ટેલીફોનના માધ્યમથી આપવામાં આવે છે. પ્રશાસન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે સંભાવિત ત્રીજી લહેર પહેલા દરેક લોકો રસીનો બીજા ડોઝ લઇ કોરોના સામે રક્ષિત થાય અને દમણ પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી સુરક્ષિત રહી શકે. જયારે અત્યાર સુધી દમણમાં કુલ 2 લાખ જેટલા લોકોનું રસીકરણ થઇ ચૂક્યું છે.