કલોલમાં કોલેરાને નિયંત્રણમાં લાવવા આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરી
Live TV
-
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં ફાટી નીકળેલા રોગચાળા બાદ સમગ્ર વિસ્તારને કોલેરા ગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા તંત્ર દ્વારા કલોલ ખાતે સીટી મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકેની વિશેષ સત્તા સાથો સાથ જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત રાજ્ય આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો દ્વારા ખાસ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીને પગલે હાલ પૂર્વ વિભાગના વોર્ડ નંબર 11, 4 અને 5 માં નગરપાલિકા તંત્ર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્વચ્છતા, સાવચેતી અને સારવાર અંતર્ગત પ્રત્યક્ષ કામગીરીમાં જોડાયા છે. કલોલમાં કોલેરા નિયંત્રણમાં લાવવા ઘર વપરાશ માટેનાં પાણી તેમજ પીવાના પાણીની વ્યવસ્થા અલગ અલગ કરવામાં આવી છે, જેનાથી કોલેરાના નવા કેસ પર લગામ લાગી છે અને છેલ્લા બે દિવસમાં કોલેરાના કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી.