સાબરકાંઠા: ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં રવિવારે પણ રસીકરણ માટે લાગી લાંબી કતાર
Live TV
-
દેશભરમાં જયારે રસીકરણ અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યું હતું ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં વેક્સિન લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવતી હતી તેમ છતાં લોકો વેક્સિન લેવા માટે પાછીપાની કરતા હતા. ત્યારબાદ જયારે દેશમાં કોરોના રસીકરણ મહાઅભિયાન શરુ કરવામાં આવ્યું છે તો હવે વિસ્તારના સ્થાનિક ચુંટાયેલા પ્રતિનિધિઓ, સાંસદ તથા આરોગ્ય વિભાગના સમજાવ્યા બાદ લોકોમાં હવે રસીકરણ અંગે જાગૃતિ આવી છે. લોકો રસીકરણ માટે લાઈનો લગાવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં શનિવાર સુધીમાં 4 લાખ 83 હજાર 377 થી પણ વધુ લોકોએ કોરોના રસીકરણ કરાવ્યું હતું અને આજ રવિવાર હોવા છતાં લોકો રસી લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં હાલ 35 વેક્સિનેશન સાઈટ ચાલુ છે, જેમાં 4000 ના લક્ષ્યાંક સામે 4400 લોકોએ કોરોના વિરોઘી રસી મુકાવી હતી.