દાહોદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તબીબોનું સન્માન કરાયું
Live TV
-
દાહોદ જિલ્લાની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં કોરોના બંને વેવ દરમિયાન ઉત્કૃષ્ઠ ફરજ બજાવનારા કોરોના વૉર્રિયર્સ તબીબોનું સન્માન કરવામાં આવ્યું.
દાહોદ જિલ્લાની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં કોરોના બંને વેવ દરમિયાન ઉત્કૃષ્ઠ ફરજ બજાવનારા કોરોના વૉર્રિયર્સ તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન મોદી દ્વારા દાહોદમાં પીપીપી મોડલ આધારે ઝાયડસ સિવિલની શરૂઆત કરી હતી. ઝાયડસના એમડી પંકજ પટેલનો પણ તેમાં સિંહ ફાળો છે. કોરોનાના કપરા સમયમાં પોતાના પરિવારની પરવા કર્યા વગર તબીબો અવિરત ફરજ બજાવતા રહ્યા હતા. સરકારી અને પ્રાઇવેટ ડોકટર્સને દાહોદના સાસંદ જશવંતસિંહ ભાભોરે શાલ ઓઢાડીને તેમને મોમેન્ટો તથા સેર્ટિફિકેટ આપીને સન્માન કર્યું હતું. ડૉ.શીતલ શાહ, ડૉ. અરુણા ગણાવા, ડૉ કમલેશ નિનામાં, ડૉ મોહિત દેસાઈ, ડો હઠીલા, ડૉ કશ્યપ, ડૉ, બીરેન પટેલ, સહિતના ડોકટર્સ સન્માનિત થયા હતા. અને સાંસદે કહ્યું હતું કે દાહોદના તક્કાલિન કલેકટર વિજય ખરાડી પણ કોરોના વોરિયરની જેમ જ કામ કરતા હતા . કોરોનાના સંભવિત ત્રીજા મોજા માટે સજ્જ થવા સાંસદે અનુરોધ કર્યો હતો.