વિજય નહેરાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, ફરીથી ફરજ પર થશે હાજર
Live TV
-
વિજય નેહરાએ ટ્વીટર પર ટ્વીટ કરી પોતાના રિપોર્ટ અંગે જાણકારી આપી
અમદાવાદ મ્યૂનિસિપલ કમિશ્નર વિજય નહેરા કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાનો હવાલો આપી સેલ્ફ આઈસોલેશનમાં ચાલ્યા ગયા હતા અને જે બાદ અમદાવાદની કમાન ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને CEO મુકેશકુમારને સોંપવામાં આવી.જે બાદ શનિવારે વિજય નહેરાએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ અંગેની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોના સામે લડવા ફરજમાં જોડાઈશ. તમારી પ્રાર્થના અને શુભેચ્છા માટે દરેકનો આભાર. જો કે વિજય નહેરાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ હવે ફરી સક્રિય થઈ શકે છે પરંતુ તેઓ ક્યારે સક્રિય થશે તેની હજી સુધી નક્કી નથી.