Skip to main content
Settings Settings for Dark

સર્વાઇકલ કાયફોસિસ બીમારીથી પીડાતી બાળ‌કીની સિવિલનાં તબીબોએ બે સફળ સર્જરી કરી

Live TV

X
  • બાળકીની ગરદન 45 ડિગ્રી જેટલી વળી ગઇ હતી, હાથ-પગનાં હલન-ચલન તથાપેશાબ-ઝાડાં પર નિયંત્રણ ખોઈ ચૂકી હતી

    સિવિલ હોસ્પિટલનાં તબીબોએ બાળકોમાંજવલ્લે જોવા મળતી કરોડરજ્જૂની સર્વાઇકલ કાયફોસીસ બીમારીથી પીડાતી 11 વર્ષની બાળ‌કીની બે સફળ સર્જરી કરીને અપંગતાથી બચાવી છે. મહત્વની વાત એ છે કે, સર્વાઇકલ
    કાયફોસીસકરોડરજ્જુની બીમારી છે, જેમાં દર્દીની 45 ડિગ્રી જેટલી ગરદન ત્રાંસી રહે છે. તેમજહાથ-પગનાં હલન-ચલન તથા પેશાબ-ઝાડાંપર નિયંત્રણ ખોઈ ચૂકી હતી, ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમે બાળકીની બે સફળ સર્જરી
    કરીને નવજીવન આપ્યું છે. ખાનગી હોસ્પિટલમાં રૂ. 4થી 5 લાખને થતી આ સર્જરી સિવિલમાં નિશુલ્ક કરાઇ છે.
    લોડીંગ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા અને વટવા વિસ્તારમાં રહેતાં સુનિલભાઇ સોનીની 11 વર્ષની દિકરી લક્ષ્મીની કરોડરજ્જુમાંજન્મથી ચોથો મણકો અપરિપક્વ રહ્યોહતો. ઉંમર વધવાની સાથે ગરદનના આમણકાની વૃધ્ધિ થતી ન
    હતી. તેવામાં બેમહિના પહેલાં લક્ષ્મી શાળામાં રમતાં-રમતાંપડી જવાથી કરોડરજ્જુ ઉપર દબાણઆવતાં ડોક તૂટી ગઈ હતી, જેને કારણે લક્ષ્મી હાથ-પગનાં હલન-ચલન તથાપેશાબ-ઝાડાં પર નિયંત્રણ ખોઈ ચૂકી હતી.
    સુનિલભાઈએ પોતાની દિકરીને ઝડપથી સાજી કરવાશહેરની ખાનગી હોસ્પિટલોનોસંપર્ક કરતાં ઓપરેશનનો ખર્ચ ચાર થી પાંચલાખ રૂપિયા જણાવ્યો હતો, જેથી સુનિલભાઈ લક્ષ્મીને સિવિલ હોસ્પિટલખાતે લઈ આવ્યા હતા. સિવિલહોસ્પિટલનાં
    ઓર્થોપેડિક વિભાગના તબીબોએ લક્ષ્મીના એક્સરે, સીટી સ્કેન,એમઆરઆઈ સહિતના તમામ રીપોર્ટ કર્યાબાદબે તબક્કામાં સફળ ઓપરેશન કરીને અપંગતાથી બચાવી છે. સુનિલભાઈ સોની જણાવે છે કે, બે મહિનાપહેલાં હું જ્યારે મારી
    દીકરી લક્ષ્મીને લઈનેસિવિલ હોસ્પિટલમાં આવ્યો ત્યારે મનેબિલકુલ આશા નહોતી કે આટલી ઝડપથીસાજી થઈ જશે. ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશનનો ખર્ચ મને રૂ. 4થી 5 લાખ જણાવ્યો હતો. પરંતુ, સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ
    ડૉ.જે.પી.મોદીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે લક્ષ્મી માટે 'હેલોવેસ્ટ' વિશેષપણે તૈયારકરાયું હતું. તેમજ તબીબોએ બે સર્જરી કરીને મારી દિકરીને નવજીવન આપ્યું છે. સર્જરી બાદ લક્ષ્મી પોતાની જાતે હરીફરીશકે છે. લક્ષ્મીને હૃદયની
    બીમારી હોવાથી હાલમાં યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply