વિશ્વની પ્રથમ ચિકનગુનિયાની રસીને મંજૂરી,આ રસીને Ixchik નામ આપવામાં આવ્યું
Live TV
-
વિશ્વની પ્રથમ ચિકનગુનિયાની રસીને મંજૂરી,આ રસીને Ixchik નામ આપવામાં આવ્યું
અમેરિકાએ ફ્રેન્ચ બાયોટેક કંપની વાલ્નેવા દ્વારા તૈયાર કરાયેલ વિશ્વની પ્રથમ ચિકનગુનિયાની રસીની મંજૂર આપી છે. આ રસીને Ixchik નામ આપવામાં આવ્યું છે. ચિકનગુનિયા વાયરસ મુખ્યત્વે ચેપગ્રસ્ત મચ્છરના કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે. છેલ્લા 15 વર્ષમાં 5 મિલિયન દર્દીઓની પુષ્ટિ સાથે ચિકનગુનિયા આજે વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ખતરો બની ગયો છે.યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ રસીની મંજૂરીની પુષ્ટિ કરતા કહ્યું કે, આ રસી 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને આપી શકાય છે. Ixchik ની એક માત્રા સ્નાયુમાં ઈન્જેક્શન દ્વારા આપી શકાય છે.
યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને IXCHIQ ને મંજૂરી આપી છે. જો કે, આ રસીનો ઉપયોગ ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જ મંજૂર કરવામાં આવ્યો છે. જે લોકોને ચિકનગુનિયાથી સંક્રમિત થવાનું જોખમ વધારે હોય તેમને આ રસી લેવાની સલાહ આપવામાં આવે છે.
ચિકનગુનિયા વાયરસ કેવી રીતે ફેલાય છે?
ચિકનગુનિયા વાયરસ મુખ્યત્વે ચેપગ્રસ્ત મચ્છરના કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે. છેલ્લા 15 વર્ષમાં 5 મિલિયન દર્દીઓની પુષ્ટિ સાથે ચિકનગુનિયા આજે વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ખતરો બની ગયો છે.કંપનીએ ઉત્તર અમેરિકામાં 3500 લોકો પર રસીનું પરીક્ષણ કર્યું છે. રસી આપ્યા પછી લોકોમાં માથાનો દુખાવો, થાક, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો, તાવ અને ઉબકા જેવા લક્ષણો જોવા મળ્યા હતા.
એફડીએના સેન્ટર ફોર બાયોલોજિક્સ ઈવેલ્યુએશન એન્ડ રિસર્ચના ડિરેક્ટર પીટર માર્ક્સે જણાવ્યું હતું કે, ચિકનગુનિયા વાયરસના ચેપથી જીવલેણ રોગો અને લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ચિકનગુનિયા વાયરસ નવજાત બાળકો માટે પણ ઘાતક છે.