Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ બન્યું વાયુ પ્રદૂષણનું શિકાર, પોલ્યુશન સિટીમાં અમદાવાદ 15મા ક્રમાંકે

Live TV

X
  • અમદાવાદ બન્યું વાયુ પ્રદૂષણનું શિકાર, પોલ્યુશન સિટીમાં અમદાવાદ 15મા ક્રમાંકે

    દિલ્હી બાદ અમદાવાદનું હવામાન પણ પ્રદૂષણની ચપેટમાં આવ્યું છે. અમદાવાદ પણ વાયુ પ્રદૂષણનું શિકાર બની રહ્યું છે. અમદાવાદનો પોલ્યુશન સિટીમાં 15મો ક્રમાંક આવ્યો છે. હાલ અમદાવાદનો એર  ક્વોલિટી AQI 160 નોંધાયો જેમાં સ્ટેડિયમ, પીરાણા રાયખડ વિસ્તારમાં એર ક્વોલિટી 100થી ઉપર આવ્યો છે. અમદાવાદ મનપાના આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ કંટ્રેક્શન સાઈટ પોલ્યુશન માટે મુખ્ય જવાબદાર છે. સિટીમાં આવેલ ઇન્ડસ્ટ્રીલ એકમોમાં પણ GPCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલ્યુશન દૂર કરવા માટે AMC કાર્યવાહી કરી રહી છે. પ્રદૂષણને એર ક્વોલિટી ઇન્ડેક્સ(AQI)માં માપવામાં આવે છે. AQIનાં જુદા જુદા એકમો પ્રદૂષણનું સ્તર નક્કી કરે છે. 200થી 300 વચ્ચેનાં AQIને ખરાબ મનાય છે. જ્યારે 300થી 400 વચ્ચેનાં AQIને અત્યંત ખરાબ હવામાન ગણવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply