વિશ્વ અંગદાન દિવસે સુરતની ડોનેટ લાઈફ સંસ્થાએ ચાર વ્યક્તિઓને બક્ષ્યું નવજીવન
Live TV
-
વિશ્વ અંગદાન દિવસે સુરતથી ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાન સુરતની કિરણ હોસ્પિટલથી કરાવવામાં આવ્યું
કમલેશભાઈ દગાભાઈ પાટીલ ઉ.વ ૪૭ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી કમલેશભાઈના લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. લિવર અને બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજાર પચાસ થી વધુ વ્યક્તિઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.
ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે.