વિસનગરમાં IVF સેન્ટર અને RT PCR લેબોરેટરીના ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રીની ઉપસ્થિત
Live TV
-
વિસનગર ખાતે આવેલા જીવનયોગ નર્સિંગ હોમ ખાતે IVF સેન્ટર શરૂ કરાયું. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આ IVF સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો. નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે અદ્યતન સારવાર મળશે. રાહત દરે સારવાર આપવાના હેતુથી વિસનગરના જીવનયોગ નર્સિંગ હોમ ખાતે આ IVF સેન્ટર શરૂ કરાયું છે. આરોગ્ય મંત્રીની પ્રેરણા અને પ્રયાસથી આરોગ્ય લક્ષી સેવામાં સતત પ્રગતિ નોંધાઇ રહી છે.
આ સાથે જ વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક RT PCR ટેસ્ટિંગ રિપોર્ટ માટેની સેવાઓ પણ કાર્યરત કરવામાં આવી છે. જેના દ્વારા પ્રજાજનોને કોરોના ટેસ્ટિંગ કરાવવામાં સરળતા રહેશે તેમજ કોઈ પણ પ્રકારનો નાણાકીય ખર્ચ પણ થશે નહિ.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે આ સેવાઓને લોકહિત માટે ખુલ્લી મુકતા શુભેચ્છાઓ પાઠવી હતી.