શું કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ કસરત કરી શકાય?
Live TV
-
કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ કસરત કરવા અંગે AIIMSના કાર્ડિયોલોજી વિભાગના પ્રોફેસર ડૉ.સંદીપ મિશ્રાએ જણાવ્યું કે, જો કોરોનાનું સંક્રમણ વધારે થયેલું હોય તો ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી કસરત કરવી અને જિમ જવું ટાળવું જોઈએ. કોરોના તો શરીરમાંથી ખતમ થઇ ગયો પરંતુ એનાથી શરીર પર પડેલ પ્રભાવમાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થવામાં સમય લાગતો હોય છે. ઘણાં લોકો સ્વસ્થ થયાનાં થોડા જ દિવસોમાં કસરત કરવા લાગે છે, જેના કારણે તેઓમાં બીજી સમસ્યાઓ જેવી કે લોહીનું ગંઠાવું અને હાર્ટ અટેકની સમસ્યાઓ જોવા મળી છે. અહીં સવાલ એ થાય કે શું કસરત કરી જ ના શકાય? ના, એવું પણ નથી, થોડાક સરળ વ્યાયમ કરી શકાય, 6 મિનિટ વોક કરી શકાય. પ્રાણાયામ પણ કરવું ઉત્તમ છે. સરળ વ્યાયામથી થાક નથી લાગતો. વ્યાયામની પ્રક્રિયાનો સમય શરૂઆતમાં ઓછો બાદ ધીરે ધીરે વધારવો જોઈએ.