Skip to main content
Settings Settings for Dark

સરકારી દવાખાનામાં શ્રેષ્ઠ સેવાઓઃ બે મહિલા દર્દીઓને આપ્યું નવું જીવન

Live TV

X
  • જરોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડો.કલ્પેશ ગઢવી અને તેમની સમર્પિત ટીમે સોનોગ્રાફીની મદદથી સચોટ નિદાન અને જરૂરી તાત્કાલિક શસ્ત્રક્રિયા દ્વારા બે મહિલા દર્દીઓને આપ્યું નવું જીવન

    વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર હેઠળના જરોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સેવાનિષ્ઠ તબીબ અને તેમની સમર્પિત ટીમે સરકારી હોસ્પિટલમાં મળતી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ નો ઉજળો દાખલો બેસાડ્યો છે. તાજેતરમાં આ દવાખાનામાં કાર્યરત ડો.કલ્પેશ ગઢવીએ સી.એસ.આર.હેઠળ મળેલા અદ્યતન સોનોગ્રાફી યંત્રની મદદથી સમયસર સચોટ નિદાન અને ઇમરજન્સી શસ્ત્રક્રિયાઓ કરીને નાજુક હાલત અને જીવન ની કટોકટીમાં મુકાયેલી એક મહિલા અને એક યુવતીને સફળતાપૂર્વક ઉગારી લીધી હતી. એલ.એન્ડ ટી.કંપની દ્વારા આ દવાખાનાને આપવામાં આવેલા ઉચ્ચ કક્ષાના સોનોગ્રાફી મશીનની મદદથી મોટા શહેરની મોટી હોસ્પિટલમાં મોકલવા પડે એવા આ કેસોની સફળ સારવાર જરોદ જેવા નાના નગરમાં, અને સરકારી દવાખાનામાં શક્ય બની હતી. આ સફળતા અને નિષ્ઠા માટે અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવતે ડો.ગઢવી અને સાથી આરોગ્ય કર્મચારીઓને બિરદાવ્યા છે.

    પહેલા કિસ્સામાં ઇન્દ્રાલ ગામના ૪૦ વર્ષના મહિલાની સોનોગ્રાફી તપાસમાં ગર્ભાશયમાં વકરી ગયેલી હાલતમાં અને જીવન જોખમાય તેવી ગાંઠ( ફાયબ્રોઇડ) હોવાનું નિદાન થયું. સોનોગ્રાફી દ્વારા થયેલા સચોટ નિદાનને આધારે ડો. ગઢવી એ તાત્કાલિક હિસ્ટરેકટોમી કરવાનો નિર્ણય લીધો અને ગાંઠની સાથે ગર્ભાશય કાઢી નાંખીને મહિલાની જીવન રક્ષા કરી. આ મહિલાને ચાર વાર લોહી આપવામાં આવ્યું. બીજા કિસ્સામાં ૨૦ વર્ષની યુવતી જે ૩૪ સપ્તાહનો ગર્ભ ધરાવતી હતી, તેને રૂટિન પ્રમાણેની સોનોગ્રાફિક તપાસમાં દાક્તરી ભાષામાં પ્રેગ્નન્સી વીથ ઓલિગો હાઈડ્રોમ્નીઓસની ગંભીર પરિસ્થિતિ જણાઈ. સામાન્ય માણસ સમજે એવી ભાષામાં કહીએ તો માતાના ગર્ભમાં ગર્ભ જળ ખૂબ ઘટી જવાથી માતા અને બાળક, બંનેના જીવન પર ખતરો સર્જાયો હતો.ગર્ભસ્થ બાળકના ધબકારા અનિયમિત થવાને લીધે જોખમ વધ્યું હતું. 

    ડો. ગઢવીએ ફરી એકવાર સોનોગ્રાફી કરીને પરિસ્થિતિનું સચોટ આકલન કર્યું અને માતા અને બાળક બંનેને બચાવી લેવા શસ્ત્રક્રિયાથી તાત્કાલિક પ્રસૂતિ કરવા એટલે કે સિઝેરિયન સેક્શનનો નિર્ણય લીધો  અને સફળ સારવાર કરી. અગાઉ આવા કિસ્સાઓમાં દર્દીને તાત્કાલિક મોટા દવાખાને મોકલવા પડતા જે જરોદમાં રહીને સરકારી દવાખાનામાં શક્ય બન્યું. ડો. ગઢવી એ જણાવ્યું કે, જિલ્લા આરોગ્ય તંત્રે એલ.એન્ડ ટી.કંપનીની સખાવતથી શ્રેષ્ઠ સોનોગ્રાફી મશીનની જે સુવિધા આપી તેના લીધે આ બંને ગંભીર કિસ્સાઓમાં અમારા દવાખાનામાં જ સફળ સારવાર શક્ય બની.

     ડો.ગઢવી અને તેમની ટીમની સમયસૂચકતા અને કુશળતાને બિરદાવતા અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવતે જણાવ્યું કે, એલ.એન્ડ ટી.કંપની દ્વારા સી.એસ.આર.હેઠળ બાજવા અને જરોદના સરકારી દવાખાનામાં અદ્યતન સોનોગ્રાફી મશીનો આપ્યાં છે. આ પ્રત્યેક મશીનની કિંમત રૂ.૮.૫૦ લાખ જેટલી છે. ડો.ગઢવી જેવા સમર્પિત તબીબોને લીધે દાતાની સખાવત સફળ થઈ છે. સરકારી દવાખાનાની સેવા માટે ઘણાં લોકો સૂગ ધરાવતા હોય છે. તેમની આંખ ખોલનારો આ દાખલો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply