સરસ્વતી તાલુકાના કાતરાસમાલ ગામે ૪૪ વર્ષિય પુરૂષનો COVID19 ટેસ્ટ પોઝીટીવ, જિલ્લામાં કુલ ૨૩ કેસ થયા
Live TV
-
આરોગ્ય વિભાગ દ્વારા તા.૦૪ મેના રોજ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અંતર્ગત ૨.૩૮ લાખ કરતાં વધુ લોકોનો સરવે
લોકડાઉનના ત્રીજા તબક્કાની શરૂઆતના પ્રથમ દિવસે જ સરસ્વતી તાલુકામાંથી વધુ એક COVID19 પોઝીટીવ કેસ સામે આવ્યો છે. સરસ્વતી તાલુકાના કાતરાસમાલ ગામના ૪૪ વર્ષિય પુરૂષનો COVID19 ટેસ્ટ પોઝીટીવ આવતાં જિલ્લામાં કોરોના વાયરસ ડિસીઝના કુલ કેસનો આંકડો ૨૩એ પહોંચ્યો છે.
કોરોના વાયરસના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે જે અંતર્ગત તા.૦૪ મેના રોજ ૪૯,૭૫૬ ઘરોની મુલાકાત લઈ ૨,૩૮,૮૬૯ લોકોને આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ ધરાવતા ૨૯૬ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી.જિલ્લામાં કોરોના વાયરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ ૫૭૭ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ૪૦૧, કોવીડ કેર સેન્ટર-દેથળી ખાતે ૧૩૦, કોવીડ હેલ્થ સેન્ટર-રાધનપુર ખાતે ૩૦ અને જનતા હોસ્પિટલ-પાટણ ખાતે ૧૬ વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. કુલ ૫૭૭ ટેસ્ટ સેમ્પલ પૈકી ૫૪૦ સેમ્પલ પાટણ જિલ્લાના તથા ૩૭ સેમ્પલ અન્ય જિલ્લાના દર્દીઓના છે. COVID19 પોઝીટીવ આવનાર પાટણ જિલ્લાના ૨૨ દર્દીઓ પૈકી ૧૧ દર્દીઓ પાટણ જિલ્લામાં સારવાર હેઠળ છે, ૦૩ દર્દીઓ અમદાવાદ જિલ્લામાં સારવાર લઈ રહ્યા છે, ૦૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે એકનું મૃત્યુ થયેલ છે. COVID19 પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવનાર અથવા બહારથી આવેલા લોકો પૈકી નર્સિંગ કોલેજ-સિદ્ધપુર ખાતે ૦૫, ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર-કુણઘેર ખાતે ૨૧, પ્રાથમિક શાળા નં.૧-ચાણસ્મા ખાતે ૦૭ અને મોડેલ સ્કુલ, વાગડોદ ખાતે ૩૨ એમ કુલ ૬૫ જેટલા લોકોને
સરકારી કોરોન્ટાઈન ફેસિલીટીમાં રાખવામાં આવ્યા છે.