અમદાવાદ મ્યુનિપલ કમિશન વિજય નેહરા 14 દિવસ હોમ કોરન્ટાઈન થયા
Live TV
-
નેહરાએ ટ્વીટર પર ટ્વીટ કરીને માહિતી આપી
AMC કમિશનર વિજય નેહરા 14 દિવસ માટે હોમ ક્વૉરન્ટાઇન થયા છે.. કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બનેલા બે વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી નહેરાએ આકરે આ પગલું ભર્યુ છે. નેહરાએ ટ્વીટર પર ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમની જગ્યાએ IAS મુકેશ કુમારને અમદાવાદનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.વિજય નહેરાની મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરિટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરિંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે.