સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને નર્સિંગ વિષય અન્વયે નેશનલ કોન્ફરન્સ યોજાઈ
Live TV
-
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવિણ પવારના અધ્યક્ષસ્થાને ‘નર્સિંગ અભ્યાસમાં આધુનિકરણ, નવા પડકારો અને નવીનીકરણ’ના વિષય પર નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી ડૉ ભારતી પ્રવિણ પવારે નર્સિંગની વિશેષતા વિષે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વૈશ્વિક મહામારી કોરોનાના વિકટ સમયમાં નર્સિંગ વિભાગની ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ આપી તેમણે દેશ અને વિશ્વમાં નર્સિંગ વિભાગના નોંધપાત્ર યોગદાનને બિરદાવ્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવિણ પવારે વધુમાં નર્સિંગ વિભાગમાં ફોરેન્સિક સાયન્સના અભ્યાસની વિશેષતાઓ પર ભાર આપતા જણાવ્યું હતું કે, નર્સને યોગ્ય ટ્રેનિંગ અને અભ્યાસની મદદથી ફોરેન્સિક સાયન્સનું જ્ઞાન આપી તબીબી ક્ષેત્રે વધુ સારા પરિણામો મેળવી શકાય છે.