દેશમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો જોવા મળ્યો
Live TV
-
દેશમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,533 નવા કેસ નોંધાયા છે. ગુરુવારની તુલનામાં, નવા કેસોમાં 19 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 53 હજારને પાર થઈ ગઈ છે. હાલમાં દેશમાં 53 હજાર 852 કોરોના સંક્રમિત દર્દીઓ છે. જ્યારે ગુરુવારે સાંજે રાજ્યમાં 186 કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદમાં 75, વડોદરામાં 31 અને સુરતમાં 27 કેસ નોંધાયા હતા.
મંત્રાલયની વેબસાઈટ પર શેર કરાયેલા ડેટા મુજબ રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98.69 ટકા નોંધાયો છે. સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,43,47,024 થઈ ગઈ છે જ્યારે મૃત્યુ દર 1.18 ટકા પર યથાવત છે. દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના કુલ 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.