Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં 5 નવીન સ્થપાશે નર્સિંગ કૉલેજ, કેન્દ્રિય કેબેનિટે દેશમાં નવીન 157 નર્સિંગ કૉલેજ સ્થાપનાને આપી મંજૂરી

Live TV

X
  • નવસારી, પોરબંદર, ગોધરા, રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં નવીન નર્સિંગ કૉલેજ સ્થપાશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં દેશભરમાં નવીન 157 નર્સિંગ કૉલેજની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. દેશભરમાં 1,570 કરોડના ખર્ચે આ નવિન મેડિકલ કૉલેજ નિર્માણ પામશે. જેના અંતર્ગત 15,700 નર્સિંગ સ્નાતકોનો ઉમેરો થશે. 

    આ સંદર્ભમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતને પણ નવીન 5 નર્સિંગ કૉલેજની ભેટ મળી છે. જેમાં નવસારી, પોરબંદર, ગોધરા, રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં આ નવીન પાંચ નર્સિંગ કૉલેજની સ્થાપના થનાર છે. પ્રત્યેક નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગની 100 બેઠકો ઉપલબ્ધ બનતા રાજ્યમાં કુલ 500 નર્સિંગની બેઠકોમાં વધારો થશે.

    વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, કેન્દ્ર સરકારમાંથી પ્રત્યેક નર્સિંગ કૉલેજની સ્થાપના માટે અંદાજીત રૂ. 10 કરોડની ફાળવણી રાજ્ય સરકારને કરવામાં આવી છે. પ્રથમ વખત કેન્દ્રીય પુરસ્કૃત યોજના હેઠળ નર્સિંગ કૉલેજની સ્થાપનાને આવરી લેવામાં આવી છે.  આ નવીન પાંચ નર્સિંગ કૉલેજનો ઉમેરો થતા રાજ્યની આરોગ્ય શિક્ષણ અને સારવાર સંલગ્ય વ્યવસ્થાઓ સુદ્રઢ બનશે તેમ મંત્રીએ કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં 8 સરકારી નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગની 440 જેટલી બેઠકો કાર્યરત છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-02-2025 Max Temp : °C Min Temp : °C
apply