સુરત મહાનગર પાલિકાની અનોખી પહેલ, કોરોના અંગેની જાણકારી અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવી
Live TV
-
કોરોના સંક્રમણને કાબુમાં રાખવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. સુરત મહાનગર પાલિકાએ પણ એક અનોખી પહેલ કરી છે. કોરોના અંગે વિદ્યાર્થીઓમાં જન જાગૃતિ વધે , એ હેતુથી અભ્યાસક્રમમાં આ અંગેની જાણકારી દાખલ કરવામાં આવી છે. હાલ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની શાળાઓ શરૂ થઈ છે ત્યારે તેઓને કોરોના અંગેની માહિતીનો અભ્યાસક્રમ પણ શીખવવામાં આવશે. સુરત મનપા ગુજરાતમાં પ્રથમ મનપા છે જે આ અભ્યાસક્રમ ફરજીયાત કરવા જઈ રહી છે. આ અભ્યાસક્રમમાં કોરોના એટલે શું? કોરોનાના વેરિયન્ટ અને મ્યુટન્ટ શું છે કેવી રીતે કોરોનાનો ચેપ લાગી શકે, કોરોનાથી બચવા શું કરવું કોરોનામાં સ્ટીરોઇડ અપાય તો શું આડ અસર થાય તેનો ચેપ અટકાવવા શું કરવું વગેરે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.