સુરેન્દ્રનગરમાં ધનવંતરી રથ દ્વારા આરોગ્યલક્ષી કામગીરી શરુ
Live TV
-
પાંચ ધન્વંતરી રથ દ્વારા લોકોને ઉકાળો., આયુર્વેદિક અને હોમિયોપેથીક સહિત એલોપેથીક દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે
છેલ્લાં 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નવા 23 સંક્રમણના કેસ નોંધાયા છે.. જિલ્લા અને શહેરમાં વધતા સંક્રમણના કેસને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક થયું છે.. જેને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં ધન્વંતરી રથ દ્વારા આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે... શહેરમાં રોજ પાંચ ધન્વંતરી રથ દ્વારા લોકોને ઉકાળો., આયુર્વેદિક અને હોમિયોપેથીક સહિત એલોપેથીક દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે... ખાસ કરીને જે વિસ્તારમાં કોરોનાના કેસ વધુ નોંધાયા છે, તેવા વિસ્તારમાં તેમજ બફર ઝોન વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ સાથે લોકોને આ સેવા પુરી પાડવામાં આવી રહી છે... આ ઉપરાંત કોરોના સામે લોકોને કેવી રીતે રક્ષણ મેળવવું તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.... દરરોજ 300 જેટલાં લોકો આ ધન્વંતરી રથનો લાભ લઈ રહ્યાં છે.