ખેડાઃ ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તે માટે કલેક્ટરની સ્પેશિયલ ડ્રાઈવ
Live TV
-
કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે રાજય સરકારના આરોગ્ય વિભાગની ગાઇડ લાઇન મુજબ માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી છે. ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા પણ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહયું છે.
ખેડા જિલ્લામાં માસ્ક નહિ પહેરનારા લોકોને દંડ પણ કરવામાં આવી રહયો છે. આ અભિયાનમાં ખેડા જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ અને જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રા રૂબરૂ જોડાયા હતા. આ સ્પેશિયલ ડ્રાઇવની શરૂઆત ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં સંતરામ મંદિર રોડ પરથી કરવામાં આવી હતી.
ત્યાંથી ડુમરાલ બજાર, મઠી ચકલા, કંસારા બજાર, લખાવાડ, રબારીવાડ થઇ પારસ સર્કલજેવા વિવિધ વિસ્તારોની મુલાકાત લઇને ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જિલ્લા પોલીસ તંત્રના જણાવ્યાનુસાર ખેડા જિલ્લામાં તારીખ ૧૫ જુનથી થી ૫ જુલાઈ સુધીમાં કુલ ૨૪,૩૧૦ નાગરિકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે.