મોરબીની સિવિલ હોસ્પિટલનો ફિઝિયોથેરાપી વિભાગ બન્યો પ્રશંસાને પાત્ર
Live TV
-
મોરબીની સરકારી હોસ્પિટલ તેના તબીબો અને આરોગ્ય કર્મીઓ દ્વારા દર્દીઓને અપાતી ઉત્તમ સારવારના કારણે, પ્રશંસાને પાત્ર બની છે.
મોરબીની સરકારી સિવિલ હોસ્પિટલમાં ફિઝિયો થેરાપી વિભાગમાં માત્ર મોરબી જિલ્લાના જ નહિં, પરંતુ મુંબઈ સહિત બહારના રાજ્યોમાંથી દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે.
હોસ્પિટલમાં તબીબો દ્વારા અપાતી સારવારથી દર્દીઓ અને તેમના સંબંધીઓ પણ સંતોષનો ભાવ અનુભવી રહ્યાં છે. મૂળ મોરબીના અને હાલમાં મુંબઈ રહેતા દિવ્યાબેન નામના મહિલા ,છેલ્લા ઘણા દિવસથી પોતાના બાળકને લઈને અહીં નિયમિત કસરત માટે આવતા હોવાથી, તેમને પણ તબીબો દ્વારા કરાતી માનવ સેવાનો અભિગમ હૃદયને સ્પર્શી ગયો હતો.
ખાનગી હોસ્પિટલ કરતાં પણ વધુ સારી રીતે સરકારી હોસ્પિટલમાં સેવા આપતા તબીબોના સેવા કાર્યની પ્રશંસા કરતાં દિવ્યાબેને તબીબોની સેવાને આરોગ્ય વિભાગ માટે ગૌરવની બાબત ગણાવી હતી.