સેલવાસમાં 1,73,209 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
Live TV
-
દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યાં છે ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં વકફ બોર્ડ દ્વારા રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેલવાસ વકફ બોર્ડ દ્વારા જાન હૈ તો જહાઁ હૈ' થીમ સાથે બાવીસા ફળિયા ખાતે આવેલા ઘાંચી જમાત ખાનામાં રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુસ્લિમ ભાઈ-બહેનોએ ઉત્સાહભેર રસી લઈને અન્ય લોકોને પણ રસી લેવા અપીલ કરી હતી.આ કાર્યક્રમ અંતર્ગત 3 હજાર 393 લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. સેલવાસમાં અત્યાર સુધીમાં કુલ એક લાખ 73 હજાર 209 લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
રસીકરણ અભિયાન દ્વારા સેલવાસમાં વધુમાં વધુ લોકોને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો.