દીવ: બુચરવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં 100 ટકા લોકોનું કરાયું રસીકરણ
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના બુચરવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં ૧૦૦% લોકોનું કોરોના વિરુધ્ધ રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગામના 18 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને વેક્સિન આપવામા આવી છે. આ સિધ્ધી માટે ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગ સતત સક્રિય રહ્યું હતું. આ પહેલા લોકોને વેક્સિન સબંધિત લોક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. લોકોને ઘેર ઘેર જઈને રસી લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સરકારના પયાસો દ્વારા ગામ લોકોમાં જાગૃતિ આવી અને ગામના લોકોએ રસીકરણ અભિયાનમાં જોડાઈ રસી લીધી જેના કારણે સંપૂર્ણ ગામ રસીકરણ હેઠળ આવરી લેવાયું છે.