11 એપ્રિલથી સરકારી અને ખાનગી કાર્ય સ્થળ પર પણ કોરોના વેક્સિન લઇ શકાશે
Live TV
-
દેશભરમાં રસીકરણ અભિયાન તેજ બનાવવા માટે નવી પહેલ હાથ ધરાઇ છે. 11 એપ્રિલથી સરકારી અને ખાનગી કાર્ય સ્થળ પર પણ કોરોના વેક્સિન લઇ શકાશે. કેંદ્ર સરકારે આ અંગે નિર્ણય લેતા જણાવ્યુ હતુ કે,, 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકો કોરોના રસી લઇ શકશે. જેમના માટે કાર્ય સ્થળ પર જ તમામ વ્યવસ્થાઓ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે,, દેશભરમાં વધી રહેલા સંક્રમણને જોતા કેંદ્ર સરકારે તમામ રાજ્યોને દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. કોરોના કેસ પર નજર કરીએ તો,, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 60 હજાર જેટલા કેસ નોંધાયા છે. જ્યારે 23 દર્દીઓ મોતને ભેટ્યા છે. વધતા જતા કેસને જોતા અમુક રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.