દીવ ઘોઘલા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી કરાઈ
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ઘોઘલા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. અહીં આરોગ્યકર્મીઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. હેલ્થ ઓફિસર ડૉ.સુલતાનના જણાવ્યા મુજબ,, દરેકને આરોગ્ય સેવાઓની સમાન તક મળી રહે તે જરૂરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે. તેની માહિતી હેલ્થ સ્ટાફને આપવામાં આવી હતી. આ વર્કશોપમાં મેડિકલ ઓફિસર સી.એચ.ઓ., એ.એન.એમ. તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.