દાહોદઃ કોરોનાને રોકવા માટે જિલ્લામાં 30 ધન્વંતરી રથ કામ કરી રહ્યા છે
Live TV
-
દાહોદમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ હોળીના તહેવાર અને કોરોનાને ધ્યાનમાં રાખી જિલ્લાના લોકોને માર્ગદર્શન આપ્યું...જિલ્લામાં સર્વેલન્સની કામગીરી પણ વધારી દેવાઈ છે
દાહોદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.. ત્યારે દાહોદમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ હોળીના તહેવાર અને કોરોનાને ધ્યાનમાં રાખી જિલ્લાના લોકોને માર્ગદર્શન આપ્યું હતું.. કલેક્ટરે જણાવ્યું હતું કે, કોરોનાને રોકવા માટે જિલ્લામાં 30 ધન્વંતરિ રથ કામ કરી રહ્યા છે.. આ સાથે જ જિલ્લામાં સર્વેલન્સની કામગીરી પણ વધારી દેવાઈ છે.. જો કોઈને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાય તો તરત જ અર્બન હેલ્થ સેન્ટરમાં પહોંચી કોરોના રિપોર્ટ કરાવી લેવો જોઈએ.. આ સાથે જ જિલ્લા કલેક્ટરે વિવિધ ઉદાહરણ આપી કોરોના અંગે લોકોને અવગત કરાવતા જણાવ્યું હતું ,કે અત્યારે કોન્ટેક્ટ ટ્રેસિંગ , અને આરોગ્યની વિવિધ ટીમ ઘરે ઘરે સારવાર માટે પહોંચી રહી છે.. આ કામગીરીમાં જનસહયોગ ખૂબ જ જરૂરી છે... 30 માર્ચથી 4 એપ્રિલ સુધીનો સમય કોરોના સંક્રમણ બાબતે ખૂબજ મહત્ત્વનો છે... કલેક્ટરે વધુમાં ઉમેર્યું કે, જિલ્લામાં 45થી વધુની ઉંમરના લોકો પણ ઝડપથી કોરોનાની વેક્સિન મુકાવે તેવી અપીલ છે