રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરીથી કોકલીયર ઈમ્પલાન્ટ ઓપરેશનનો પ્રારંભ
Live TV
-
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરીથી કોકલીયર ઈમ્પલાન્ટ ઓપરેશનનો પ્રારંભ થતા, મુક-બધીર બાળ દર્દીઓના વાલીઓ અને સ્વજનોમાં ખુશીની લાગણી ફેલાઈ છે.. કોરોનાને કારણે બંધ કરાયેલા ઓપરેશન ફરીથી શરૂ થતાં છેલ્લા 2 દિવસમાં 6 ઓપરેશન કરાયા હતા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરીથી કોકલીયર ઈમ્પલાન્ટ ઓપરેશનનો પ્રારંભ થતા, મુક-બધીર બાળ દર્દીઓના વાલીઓ અને સ્વજનોમાં ખુશીની લાગણી ફેલાઈ છે.. કોરોનાને કારણે બંધ કરાયેલા ઓપરેશન ફરીથી શરૂ થતાં છેલ્લા 2 દિવસમાં 6 ઓપરેશન કરાયા હતા.. ગાંધીનગર મેડિકલ કોલેજના ENT સર્જન ડૉક્ટર નિરજ સુરી અને તેમની ટીમ દ્વારા આ ઓપરેશન કરાય છે.. સિવિલ હોસ્પીટલના ઈન્ચાર્જ તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી, અને RMO ડો. મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું , કે જન્મથી 5 વર્ષ સુધીના બાળકો કે જેઓ શ્રવણ શક્તિ ધરાવતા ન હોય અને બોલી શકતા પણ ન હોય તેવા બાળકોને આ સર્જરી દ્વારા સાંભળતા અને બોલતા કરવામાં આવે છે.. આ સર્જરીનો ખાનગી હોસ્પીટલમાં અંદાજે 10 થી 12 લાખ રૂપિયા ખર્ચ થાય છે.. પરંતુ સરકારની સૂચનાથી આ સર્જરી રાજકોટ, અમદાવાદ, બરોડા , અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ 2016થી તદન નિ:શુલ્ક કરવામાં આવી રહી છે.. અને અત્યાર સુધી 107 જેટલા બાળકોને આ સર્જરી દ્વારા સાંભળતા અને બોલતા કરી દેવાયા છે