અમદાવાદઃ દસ્ક્રોઈ તાલુકાના અસલાલી ગામે પોષણ પખવાડિયા અંતગર્ત કાર્યક્રમ યોજાયો
Live TV
-
અમદાવાદ જિલ્લાનાં દસ્ક્રોઈ તાલુકાનાં અસલાલી ગામે પોષણ પખવાડિયા અંતગર્ત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા "ટેક હોમ રાશન" નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. "ટેક હોમ રાશન" કાર્યક્રમ અંતર્ગત સગર્ભા, ધાત્રીમાતા અને કિશોરીઓને ટી.એચ.આર.ના ઉપયોગ દ્વારા વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન અને આ વાનગીના ઉપયોગથી થતાં ફાયદા વિશે માહિતી અને આયુષ ડોક્ટર દ્વારા મહિલાઓએ સગર્ભાવસ્થામાં કેવી કાળજી લેવી તેની વિગતવાર સમજણ આપવામાં આવી હતી હતી.
વધુમાં રોટરી ક્લબ દ્વારા બાળકો માટે ૮ સ્માર્ટ ટીવી દાનરૂપે આપવામાં આવ્યા હતા. આ ટીવીના ઉપયોગથી કિશોરીઓ આંગણવાડીના કાર્યક્રમો નીહાળી શકશે તેમજ બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપતી ડિજિટલ આંગણવાડી તરફ લઇ જશે. ભારત સરકાર દ્વારા ૧૬મી માર્ચથી ૩૧મી માર્ચ સુધી પોષણ પખવાડિયાની ઉજવણી કરવા આયોજન કરાયું છે. આ કાર્યક્રમની ઉજવણીમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડ, આયુષ ડોક્ટર તથા સી.ડી.પી.ઓ દર્શનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.