બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ વિજય નહેરાએ લીધી બનાસકાંઠા જીલ્લાની મુલાકાત
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનાં દરેક જિલ્લાઓમાં કોરોનાની કામગીરી પર દેખરેખ રાખવાના ઉદ્દેશ્યથી દરેક જિલ્લાઓમાં સિનિયર સચિવને જવાબદારી સોંપાઈ છે, જે હેઠળ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ વિજય નહેરાએ બનાસકાંઠા જીલ્લાની મુલાકાત લીધી હતી. તેઓએ કલેકટર ઓફિસ પહોંચી તમામ અધિકારીઓ પાસે જિલ્લાની કોરોનાની સ્થિતિ અને વેક્સીનેશનની કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમજ ઝડપથી, વેક્સિનેશન પૂર્ણ થાય તે માટેનું જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.