આજે "વિશ્વ ક્ષય દિન"
Live TV
-
સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૪ માર્ચના દિવસે વિશ્વ ક્ષય દિન મનાવવામાં આવે છે. ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં ૨૪ માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી ૨૪ માર્ચ ના દિવસે વિશ્વ ક્ષય દિન ઉજવવામાં આવે છે. ડો. રોબર્ટ કોચ એક જર્મન વૈજ્ઞાનિક હતા, જેમને માઇક્રોબાયોલોજી ક્ષેત્રમાં યુગપુરુષ માનવામાં આવે છે. તેમણે કોલેરા, એન્થ્રેક્સ અને ક્ષય જેવા રોગો પર ઊંડો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં રોબર્ટ કોચ સાબિત કરવામાં સફળ થયા કે ઘણા રોગ સુક્ષ્મસજીવોને કારણે થાય છે. તે માટે ઈ. સ. ૧૯૦૫માં તેમને ચિકિત્સાક્ષેત્રમાં ઉમદા કાર્ય બદલ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રોબર્ટ કોચે રોગો અને તેમના કારક સજીવની શોધ કરવા માટે કેટલીક પરિકલ્પનાઓ કરી હતી, જે આજે પણ વપરાશમાં છે.