આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિ અને સંક્રમણે મુદ્દે પત્રકાર પરિષદ યોજી
Live TV
-
આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિ અને તેના સંક્રમણે અટકાવવાના મુદ્દે પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશના 16 રાજ્યોના 70 જિલ્લામાં તેમજ 15 રાજ્યોના 55 જિલ્લામાં કોરોનાના કેસમાં 150 ટકાનો વધારો થયો છે. જોકે તેમ છતાં સક્રિય કેસનું પ્રમાણ 2 ટકા છે અને મૃત્યુ દર પણ 2 ટકા કરતાં ઓછો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં કુલ 60 ટકા કેસ છે. અહીં પોઝિટીવિટી રેસિયો 16 ટકાનો છે તેમજ ગુજરાતમાં પણ પોઝિટીવ કેસનું પ્રમાણ 2થી વધીને 4 ટકા થયું છે તેથી જ્યાં કેસ વધારે છે તેવા રાજ્યોમાં ટેસ્ટ કરવાનું પ્રમાણ પણ વધવું જોઈએ. આરોગ્ય મંત્રાલયે ભાર પૂર્વક જણાવ્યું હતું કે જે રાજ્યોમાં કેસ વધી રહ્યા છે ત્યાં આરટી-પીસીઆર ટેસ્ટનું પ્રમાણ પણ વધારવું જોઈએ. હાલમાં દેશમાં કોરોનાના કેસમાં 43 ટકાનો ઉછાળો નોંધાયો છે અને કુલ કેસ 1.14 કરોડ કરતા પણ વધુ છે જ્યારે ભારતે 60 દિવસમાં 3.29 કરોડ વેક્સિનના ડોઝ આપ્યા છે.